તલોદ તાલુકાના ખેડૂતોને રાહત પેકેજમાં સામેલ કરવા રજૂઆત

તલોદ તાલુકાના ખેડૂતોને રાહત પેકેજમાં સામેલ કરવા રજૂઆત
  • તાલુકામાં 140%થી વધારે વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકનો સોથ વળી ગયો હતો
  • 140%થી વધારે 50 ઈંચથી વધુ વરસાદ પડતા NDRF/SDRF યોજનામાં સામેલ કરવા રજૂઆત

તલોદઃ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ચાલુ વર્ષે સૌથી વધુંવરસાદ વરસ્યો હતો. જેના કારણે ચોમાસું વાવેતર કરેલી ખેતી પાક સતત વરસાદ તેમજ અતિશય ભેજના કારણે બગડી જતાં ખેડૂતોને આર્થિક નુકસન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાહત પેકેજમાં તલોદની બાદબાકી થતાં ખેડૂતોમાં નારાજગી જોવામળી છે.

ચાલુ વર્ષે ખરીફ સીજનમાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે તલોદ તાલુકામાં 140%થી વધારે 50 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. 5-9-2024ના રોજ 24 કલાકમાં 7 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. ત્યારે ખેડૂતોએ સરકારની ગાઇડલાઇન મુજબ (NDRF/SDRFની યોજના હેઠળ 24 કલાકમાં 5 ઇંચથી વધારે અને 48 કલાકમાં 8 ઈંચથી વધારે વરસાદની હોય તો) લીલો દુષ્કાળ જાહેર કરવા મામલતદાર, કલેક્ટર કચેરીએ તેમજ સરકારમાં રજૂઆત કરી હતી.

ગઇ કાલે રાહત પેકેજ જાહેર કર્યું તેમાં રજૂઆત કરવા છતાં તલોદ તાલુકાને સમાવેશ કરવામાં આવ્યો નહતો. તેમજ ઓકટોબર મહિનામાં પણ તલોદ તાલુકામાં પરીપકવ થયેલા લણણીના સમયે કપાસ મગફરી, સોયાબીન, અડદ, ડાંગર જેવા પાકોને 60%થી વધારે નુકસાન થયું હતું.

આ બાબતે પણ મામલતદાર કચેરી કલેક્ટર કચેરી પણ રજુઆત કરી હતી તો પણ રાહત પેકેજમાં તલોદ તાલુકાને વંચિત રાખ્યું છે. ત્યારે ખેડૂતોની કફોડી સ્થિતિને લઇ ખેડૂત સંગઠનોએ તાલુકાના ખેડૂતોને રાહત પેકેજનો લાભ આપવા રજૂઆત કરી છે.

CATEGORIES
TAGS
Share This