પોરબંદરમાં ચોમાસાની વિદાય ટાણે માર્કેટીંગ યાર્ડમાં કાચી કેરીનું આગમન થયું
પોરબંદર : પોરબંદરમાં ચોમાસાની પૂર્ણાહુતિ સમયે માર્કેટીંગ યાર્ડમાં કાચી કેરીનું આગમન થયું છે. યાર્ડમાં વિશાળ કદની તોતાપુરી કાચી કેરીએ આકર્ષણ જમાવ્યું હતું.
પોરબંદર સહિત રાજ્યભરમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે અને શિયાળાના આગમનની છડી પોકારાઇ રહી છે ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે પોરબંદરમાં કાચી કેરીનું આગમન થયું છે. રાજકોટથી પોરબંદરના યાર્ડમાં તોતાપુરી જાતની કાચી કેરીનું વેચાણ થયું હતું.
100 રૂ. કિલો લેખે આ કેરીનું વેચાણ થયું હતું. 50 કિલોગ્રામ જેટલી કેરી પોરબંદર ખાતે વહેંચવા માટે આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે યાર્ડમાં હાલમાં ચોમાસાના અંતિમ દિવસોમાં વિશાળ કદની કાચી કેરીએ આકર્ષણ જમાવ્યું હતું.
આ પણ વાંચો : કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, મોરબીમાં સૌથી વધુ ભાવ મળ્યા, જાણો તમામ બજારના ભાવ
આ પણ વાંચો : તલોદના માર્કેટ યાર્ડમાં આજથી ડાંગરની ખરીદીનો શુભારંભ, મણદીઠ આટલા ભાવ મળ્યા