જુવારની ખેતી કરતા ખેડૂતોને ફાયદો, યાર્ડમાં ભાવ 2 માસમાં 20 ટકા વધ્યા

- રાજકોટ યાર્ડમાં સફેદ જુવાર પ્રતિ મણના ભાવ રૂ.1000એ પહોંચ્યા
- આ રવી સીઝનમાં ઘંઉ,ચણા,ડુંગળી,મકાઈ,ચણાનું વાવેતર વધુ થયું પણ જુવારનું વાવેતર ઘટયું
- લાલ જુવારના ભાવ મગફળી જેટલા ઉંચા
રાજકોટ | સ્વાસ્થ્ય સચેત બનતા લોકો હવે આહારમાં મિલેટ્સનો સમાવેશ કરી રહ્યા છે ત્યારે જુવારનો ફરી જમાનો આવી રહ્યો છે. આ રવી સીઝનમાં જુવારની ખેતી કરનારા માટે રાહતની વાત એ છે કે જુવારના ભાવમાં ગત બે માસમાં જ આશરે 20 ટકાનો વધારો થયો છે.
રાજકોટ યાર્ડમાં ગત ડિસેમ્બરની શરુઆતમાં સફેદ જુવાર રૂ.700થી 750ના ભાવે અને લાલ જુવાર મહત્તમ રૂ.850ના ભાવે વેચાતી હતી તેના ભાવ વધીને આજે સફેદ જુવારના રૂ.870થી 1091 અને લાલ જુવારના ભાવ રૂ.1000થી 1200 ખેડૂતોને મળ્યા હતા. મગફળી અને ચણાની લગોલગ જુવારના ભાવ આવી ગયા છે.
ગુજરાતમાં આ વર્ષે 42,280 ટન જુવારના પાકનો અંદાજ છે, જેગત વર્ષે 66 હજાર ટન હતો. ગત વર્ષે પણ જુવારના સારા ભાવ મળ્યા છતાં આ વર્ષે રવી સીઝનમાં ચણા, ઘંઉ, મકાઈ, ધાણા,ડુંગળી, બટાટા સહિત અનેક પાકોમાં વધુ વાવેતર થયું પરંતુ, જુવારનું વાવેતર ઘટીને 13,501 હેક્ટરમાં થયું છે.