તળાજાના ખેડૂતે કરી પપૈયા અને કેળની ખેતી, વીઘા દીઠ થશે લાખોમાં આવક
ભાવનગર જિલ્લામાં ખેડૂતો હવે અવનવી ખેતી કરી રહ્યા છે. ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી તરફ વધુ વળ્યા છે. જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા નં- 2 ગામના ખેડૂત છેલ્લા એક વર્ષથી પ્રાકૃતિક ખેતી એટલે કે દેશી ગાય આધારિત બાગાયત ખેતી કરીને ખુબ સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે.
રાજપરા ગામના પ્રગતિશીલ ખેડૂત મનજીભાઈને પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાતા એક વર્ષ પહેલાં તેમણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. હાલમાં તેઓ એક વીઘા જમીનમાંથી વર્ષે ત્રણથી સાડા ત્રણ લાખની આવક મેળવી રહ્યા છે.
મનજીભાઈ એ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર દેશી ગાયનનું છાણ અને મળમૂત્ર છે. આ ખેત પદ્ધતિ વડે ખેડૂતો ઓછા ખર્ચથી વધુ ઉત્પાદન મેળવીને સારી આવક મેળવી શકે છે.
મનજીભાઈ આ વર્ષે પોતાના ખેતરમાં તાઇવાન પપૈયા અને કેળની ખેતી કરે છે અને ખુબ સારુ ઉત્પાદન થવાની ધારણા છે. મનજીભાઈ એ રાજ્ય સરકારશ્રીના બાગાયત ખાતાની સબસીડીનો લાભ પણ લીધો છે.
આ પણ વાંચો : ભાવનગરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી વિધા દીઠ બેથી અઢી લાખની આવક મેળવી
આ પણ વાંચો : 73 વર્ષીય ખેડૂત પિતા એ પુત્રને આપી કિડની, કુદરતી ખેતીના કારણે પિતા-પુત્ર 15 વર્ષથી સ્વસ્થ જીવન જીવે છે!
આ પણ વાંચો : પાદરાના ખેડૂતે 9 વીઘા જમીનમાં મિશ્ર પ્રાકૃતિક ખેતી કરી વર્ષે 3.5 લાખની કમાણી કરી