લ્યો… કરો વાત… તલોદ તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા તલોદ ખેડૂત સંઘની માગ

લ્યો… કરો વાત… તલોદ તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા તલોદ ખેડૂત સંઘની માગ

તલોદ : સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આ વર્ષે ભારે માત્રામાં વરસાદ ખાબકતાં ખરીફ પાકોને થયેલ નુકસાન અન્વયે રાહત મળી રહે તે માટે સરકાર તલોદ તાલુકાને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરે તેવી માગ કરતું આવેદન પત્ર ભારત કિસાન સંઘ સમિતિ તલોદએ તાજેતરમાં તલોદ મામલતદારને સુપ્રત કર્યું હતુ.

તલોદ તાલુકામાં ચાલુ સાલે 50 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. પરિણામે ખેડૂત સંગઠનના દાવા મુજબ મગફળી, કપાસ, મગ, સોયાબીન અને અડદ તથા ડાંગરના પાકને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. જેથી ખેડૂતોને આર્થિક પણ નુકસાન પહોચ્યું છે. ખેડૂતોની રાત દિવસની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.

ખેડૂતોની આવેદનને વાચા આપવા તાલુકા કક્ષાના સંગઠન એ તલોદ મામલતદારને ઉકત લાગણી અને માંગણી સાથેનું આવેદન પત્ર આપીને, રાજ્ય સરકાર ન્યાય આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.


આ પણ વાંચો: પશુપાલકો ચેતી જજો! તમારા પશુને ખરવા-મોવાસાની રસી નહીં અપાવો તો પશુ ખોઈ બેસશો 

આ પણ વાંચો: સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા પેન્શન


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો

CATEGORIES
TAGS
Share This