ગાય અને ભેંસનું દૂધ વધારવા આ વાતનું ધ્યાન રાખવું, એક ડોલ દૂધ આપશે

ગાય અને ભેંસનું દૂધ વધારવા આ વાતનું ધ્યાન રાખવું, એક ડોલ દૂધ આપશે

Cow and Buffalo Milk: ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા મોટાભાગના લોકો હજુ પણ તેમના મુખ્ય વ્યવસાય તરીકે પશુપાલનનો વ્યવસાય કરે છે. ઉનાળા દરમિયાન મોટાભાગના દુધાળા પશુઓ બીમાર પડવા લાગે છે. જેના કારણે તેમની દૂધ આપવાની ક્ષમતા ઘટી જાય છે અને દૂધનું ઉત્પાદન ઓછું થવા લાગે છે. સાથે સાથે પશુપાલકો પણ દૂધ ઉત્પાદન વધારવા માટે ઘણા પ્રયત્નો કરે છે. પશુપાલકો ગાય અને ભેંસનું દુધ વધારવા અનેક પ્રયોગ કરતા હોય છે. પરંતુ ઘરગથ્થુ પ્રયોગ કરવાથી દુધમાં વધારો થાય છે અને પશુઓને પણ નુકસાન થતુ નથી.

જો પશુપાલકોએ ગાય-ભેંસનું વધુ દૂધ જોઈતું હોય તો તેના માટે તમારે દૂધ દોહવાના યોગ્ય સમય વિશે જાણવું જોઈએ. સામાન્ય રીતે પશુઓને દૂધ આપવાનો સાચો સમય સવાર અને સાંજનો હોય છે, પરંતુ જો આ બેમાંથી એક સમય પસંદ કરવાનો હોય તો. જેથી દૂધ ઉત્પાદનનું પ્રમાણ વધી શકે. તો ચાલો જાણીએ તેના વિશે અહીં…

જો પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન મેળવવા માંગતા હોય, તો સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે સવારે સૂર્યોદય પછી તરત જ તમારા પશુઓને દોહવા જાઓ છો તો તમને સારી માત્રામાં દૂધ ઉત્પાદન મળશે. આનું કારણ છે કે જ્યારે પશુઓ આખી રાત આરામ કરે છે, ત્યારે તેમના આંચળમાં દૂધ યોગ્ય રીતે એકઠું થાય છે અને પછી જ્યારે તમે સવારે તેમને દોહવા જાઓ છો, ત્યારે તે યોગ્ય રીતે બહાર આવે છે. આ ઉપરાંત પશુ આખી રાત ખોરાક ખાધા પછી સવાર સુધી તેનું યોગ્ય રીતે પાચન થાય છે, જેના કારણે સવાર સુધી દૂધનું ઉત્પાદન વધે છે.

જો તમે સાંજે ગાય અથવા ભેંસને દોહવા જાઓ છો, તો તમને સવારની તુલનામાં ઓછું દૂધ ઉત્પાદન મળશે. કારણ કે પશુઓ દિવસભર થાકેલા રહે છે, જેની અસર તેમના દૂધ પર જોવા મળે છે.

દુગ્ધ દોહન અને સ્વચ્છ દૂધ ઉત્પાદન
પશુ વ્યવસ્થાના દરેક કાર્યોમાં દોહવાની રીત સૌથી મહત્ત્વની છે. દોહવું એ એક કળા છે જે કળાને હસ્તગત કરવા માટે જ્ઞાન કરતાં મહીવરાની વધુ જરૂર છે એટલે ખૂબ ચીવટ અને આવડત માંગે તેવું કામ છે. દોહવાનું બરાબર રીતે થાય તો આકને તંદુરસ્ત અને કાર્યક્ષમ હાલમાં લાંબો વખત જાળવી શકાય છે. દોહવામાં ભૂલ થાય તો દૂધ ઘટે છે. દોહન કાર્ય ઝડપથી અને દૂધાળ પશુને અનુકૂળ રહે તે પ્રમાણ 3 થી 8 મિનિટમાં પૂરું કરવું જોઈએ.

દોહવાની મુખ્ય ત્રણ રીતો છે.

અંગૂઠો વાળીને મૂઠીની મદદથી દોહવું
આ. રીતમાં ગાય-ભેંસના આંચળને મૂઠીના વચમાંથી અંગૂઠાને અને આંગળીઓની વચમાં પડવામાં આવે છે. પછી આંચળ દબાવીને મૂકીને ઉપરની નીચે સુધી આંચળ ઉપર સરકાવવામાં આવે છે. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે. આ રીતે દોહવાથી આંચળ ઉપર ઘણું ઘર્ષણ થાય છે અને કેટલીક વાર નખે વાગવાથી આંચળને ઈજા થાય છે, અને આંચળ નબળા થઈ જાય છે તથા બોટલ આકારના થઈ જાય છે. માઈટીસ રોગ લાગુ પડે છે અને આંચળ ગુમાવવો પડે છે. આ કારણને લીધે આ રીત વાપરવી સહેજપણ ઇચ્છનીય નથી.

આંગળીઓ અને હથેળીની મદદથી દોહવાની રીત
આ રીતે દોહતી વખતે આંચળને હથેળીની વચમાં પકડવામાં આવે છે અને મૂઠી ઉઘાડ બંધ કરીને ઝડપથી ઉપર નીચે તરફ દબાણ આપીને આંચળને નીચોવવામાં આવે છે એટલે વારંવાર મૂઠી ઉઘાડ બંધ કરીને આગળ ખૂબ ખેંચ્યા વિના દોકવામાં આવે છે. આ રીતમાં મૂકીને આંચળ પર સરકવી ન પડતી હોવાથી ઘર્ષણ ઘણું ઓછું લાગે છે અને આંચળને ઈજા પહોંચતી નથી માટે આ દોહવાની ઉત્તમ રીત છે.

ચપટીથી દોહવાની રીત
પ્રથમ બે આંગળી અને અંગૂઠાની વચમાં ચળ પકડીને દોહવામાં આવે છે. નાના આંચળવાળા પશુઓ તથા પહેલ વેતરી ગાયભેંસને બીજી રીતથી દોહી શકાતી નથી તેથી આ રીતે દોહવું પડે છે.

દૂધ દોહતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

  • પશુને દોહતા પહેલા આંચળને સારી રીતે સાફ કરી લેવા જોઈએ. આ માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરો.
  • ગાય અને ભેંસને દોહતી વખતે આરામદાયક વાતાવરણ પૂરું પાડવું જોઈએ, જેથી તણાવ મુક્ત અનુભવે.
  • દૂધ આપતી વખતે પ્રાણીઓની આસપાસ શાંતિ જાળવો.
  • ધ્યાન રાખો કે ગાય કે ભેંસને દોહતી વખતે આંચળને હળવા હાથે દબાવીને દૂધ કાઢો.
  • આંચળને ખેંચવાનું કે વધુ પડતું દબાણ આપવાનું ટાળવું જોઈએ, કારણ કે આમ કરવાથી આંચળને ઈજા થઈ શકે છે.
  • પ્રાણીઓના આંચળ પર એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવો, જે ચેપનું જોખમ ઘટાડે છે.

રહેઠાણ
દૂધાળા પશુને એવી રીતે રાખવા જોઈએ કે જેથી એમને કુદરતી પરિબળો-કંડી, ગરમી, પવન, વરસાદ વગેરે સામે પૂરતું રક્ષણ મળી રહે અને એ આરામથી રહી શકે. એમનાં રહેઠાણ સ્વચ્છ, ભેજ વિનાનાં, પરોપજીવી જંતુ, જુવા, ઈતરડી વગેરે ભરાઈ ન રહે તેવા હેવા ઉજાસવાળા હોવા જોઈએ.

દૂધાળ પશુઓને વસુકાવવાની પદ્ધતિઓ

  • અધુરું દોહવું
  • આંતરે દિવસે દોહવું.
  • એકાએક દૂધ દોહવું બંધ કરવું.

આ ત્રણ પદ્ધતિમાંથી ગમે તે રીતે દૂધાળા પશુને વસુકાવવામાં આવે પણ વસુકતા પશુને સૌ પ્રથમ લીલો ચારો અથવા સાયલેજ અને દાણ આપવાનું બંધ કરવાથી વસુકાવવાનું કામ સરળ બને છે. સૂકું ઘાસ પણ હલકી અને જે આપતા હોઈએ તેનાથી અડધુ અથવા પોણા ભાગનું જ આપવું. જે વાછરડી-પાડી-ધાવતી હોય તો વસુક્તા પશુને એના ભેગું ન થવા દેવું. આમ કરવાથી ઢોર જલ્દી વસુકે છે. આ ત્રણેય રીતોમાં છેલ્લા દોહન પછી આંચળ ધોઈને કોલોડીયનમાં બોળવા. આમ કરવાથી આંચળની નળીકાનો છેલ્લો ભાગ બંધ થઈ જશે જેથી જંતુઓનો આઉમાં પ્રવેશ થઈ ચેપ લાગશે નહિ.

અધુરૂં દોહવું : આ પદ્ધતિમાં વસુકાવવાની શરૂઆતમાં બાવલાંમા જે દૂધ પેદા થતું હોય તે બધું પૂરેપુરુ ન દોહી લેતાં થોડું દૂધ બાવલામાં રહેવા દેવામાં આવે છે. આથી બાવેલામાં આંતરિક દબાણને લીધે દૂધ ઉત્પાદન થવાનું કાર્ય મંદ પડે છે. ત્યારબાદ પશુને શરૂઆતમાં એક દિવસને અંતરે, પછી બે દિવસને અંતરે, એમ દોહતાં દૂધ ઉત્પાદન તદ્દન ઓછું થઈ જાય એટલે દોહવાનું બંધ કરી દેવામાં આવે છે.

આંતરે દિવસે દોહવું :વસુકાવવાની આ પદ્ધતિમાં સૌ પ્રથમ દોહનનો સમય બદલાવવામાં આવે છે. ત્યારબાદ એક વખત દોહવામાં આવે છે. પછીથી બે દિવસે એક વખત અને દર ત્રણ દિવસે એક વખત દોહન કરવાથી ધીમે ધીમે દૂધ ઉત્પાદન ઘટે છે. દૂધ ઘટી જતા દોહવાનું બંધ કરી દેવામાં આવે છે.

એકાએક દોહન બંધ કરવું: વસુકાવવાની રીતો અંગે થયેલ સંશોધનોને પરિણામે માલૂમ પડયું છે કે, વસુકાવવાની આ રીત સેંથી શ્રેષ્ઠ છે. પશુ રોજનું લગભગ 10 લિટર દૂધ આપતું હોય તો પણ એને એકાએક દોહન બંધ કરી દઈને વસુકાવવામાં કોઈ વાંધો આવતો નથી. આ પદ્ધતિમાં ગાય-ભેંસને એકાએક દોહવાનું બંધ કરી દેતાં બાવલામાં દૂધનો ભરાવો થઈ આંતર દબાણ વધે છે. આથી દૂધ ઉત્પાદન થવાની ક્રિયા બંધ પડી જાય છે. નવું દૂધ ઉત્પન્ન નહીં થતાં બાવલામાં ભેગું થયેલું દૂધ ધીરે ધીરે લોહીમાં શોષાઈને પશુ વસુકી જાય છે. આ રીતમાં દૂધ બાવલામાંથી લોહીમાં શોષાતું હોય ત્યારે પશુને દોહવું જોઈએ નહી.

CATEGORIES
TAGS
Share This