ઊંઝા માર્કેટયાર્ડની ત્રીજી મતદાર યાદી જાહેર, 1106 મતદારોનો સમાવેશ

ઊંઝા માર્કેટયાર્ડની ત્રીજી મતદાર યાદી જાહેર, 1106 મતદારોનો સમાવેશ
  • ભાજપ મેન્ડેટ આપશે કે કેમ તેના પર સૌની નજર 
  • ફાઈનલ યાદીમાં ખેડૂત વિભાગમાં 261, વેપારી 805, ખરીદ વેચાણ વિભાગના 40 મતદારો

Unjha Market Yard Election | ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણી તા. 4 નવેમ્બરે ત્રીજા મતદાર યાદી જાહેર થઇ છે. આ યાદીમા કોઇ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. ફાઇનલ યાદીમાં ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805 અને સહકારી ખરીદ વેચાણ સંઘના 40 કુલ મળી 1106 મતદારોનો સમાવેશ થયો છે. 

માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપના જૂથોમાં અંદરો અંદર ખેંચતાણ જોવા મળી રહી છે. ભાજપ મેન્ડેડ આપશે કે કેમ તેને લઈને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.

ઊંઝા APMCની ચૂટણીમાં અગાઊ બીજી યાદીમાં ખેડૂત વિભાગની અગાઊ પ્રથમ યાદીમાં 17 મંડળીઓ મંજૂર કરાઇ હતી. બે મંડળીઓ બાકાત કરતાં એક મંડળીનો ઉમેરો કરતા 16 મંડળીનો રહેવા પામી છે. જ્યારે ખરીદ સહકારી વેચાણ સંઘની 2 મંડળીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં 43 મતદારો હતા જે બીજી યાદીમાં 40 રહેવા પામ્યા છે.

જ્યારે વેપારી વિભાગમા પ્રથમ યાદીમાં 817 હતા જેમાં 17 નવા મતદારો ઉમેરાતા 29 મતદારો કમી થતાં ફાઈનલ બીજી યાદીમાં 805 મતદારો રહેવા પામ્યા છે. એકંદરે ખેડૂત વિભાગના 261 મતદારો અને ખરીદ વેચાણ સંઘની મંડળીના 40 મતદારો અને વેપારી મતદારો 805 મળી કુલ 1106 મતદારો રહેવા પામ્યા હતા. જ્યારે ત્રીજી યાદી પ્રસિદ્ધ થતાં એકંદરે ખેડૂત વિભાગના 261 મતદારો, ખરીદ વેચાણ સંઘની મંડળીના 40 મતદારો અને વેપારી મતદારો 805 મળી કુલ 1106 મતદારો રહેવા પામ્યા છે. જોકે ત્રીજી યાદીમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.

અન્ય જૂથો મેન્ડેટ વિરૂદ્ધ જઈ શકે ?
ઊંઝા APMCની ચૂંટણીમાં ત્રણ જુથ મેદાને જંગમાં ઝંપલાવ્યું છે. જેમાં દિનેશભાઈ પટેલ પૂર્વ ચેરમેન APMC ઊંઝા, કિરીટભાઈ પટેલ ઉઝા ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી અને પૂર્વ APMC ચેરમેન નારણ પટેલ જુથ દાવેદારી કરી રહ્યા છે. પરતું સરકાર કાને મેન્ડેટ તેના ઉપર મીટ મંડાઈ છે. જોકે આ ત્રણ જુથ મેન્ડેટ વિરૂદ્ધ જઈ શકે તેમ નથી તેવુ સહકારી ક્ષેત્રમાં ચર્ચાઇ રહ્યું છે.

CATEGORIES
TAGS
Share This