સાયલા પંથકમાં બે ઈંચ વરસાદથી ખેતરમાં તૈયાર પાક પર પાણી ફર્યું

સાયલા પંથકમાં બે ઈંચ વરસાદથી ખેતરમાં તૈયાર પાક પર પાણી ફર્યું
  • મગફળી અને સોયાબીનના પાકને નુકસાન
  • પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી
  • ધિરાણ પણ ન ભરી શકે તેવી સ્થિતિ

Unseasonal Rain in Sayla | સાયલા પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. ખેતરમાં ઊભો અને લણીને રાખેલો કપાસ પલળી ગયો હતો જ્યારે મગફળી અને સોયાબીન જેવા પાકોને નુકસાન થતા ખેડૂતોના માથે આભ તૂટી પડયું છે. ખેડૂતોની દિવાળી બગડે અને તેઓ ધિરાણ પણ ન ભરી શકે તેવી સ્થિતિ થઈ છે. 

સાયલા તાલુકામાં પાછોતરા વરસાદને લઇ ઠેર ઠેર નુકસાન ખેતીમાં જોવા મળ્યું હતું. રાત્રિના સમયે એકાએક વરસાદ ખાબકતા કપાસ, મગફળી સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. સાયલા ખાતે બે ઇંચ વરસાદ પડયો હતો ત્યારે સીઝનનો કુલ વરસાદ 858 મીમી નોંધાયો હતો.

ખેડૂતોએ વાવેલા વાવેતર ઉપર પાછોતરા વરસાદના કારણે મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું વરસાદના પગલે ખેડૂતોનો પાક તો બરબાદ થયો સાથોસાથ પશુઓને ખવડાવાનો ચારો પણ ખરાબ થવા પામ્યો છે. ખેડૂતોએ બિયારણ ખાતર મજુરો માટે કરેલા ખર્ચ પણ એળે ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ દિવાળી જેવા પર્વને લઈ ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો પણ કુદરતે છીનવ્યો છે. હાલ કુદરતના મારને લઈ ખેડૂતોની જમીન નહી પણ ખેડૂતોના નસીબ ધોવાયા છે.


Read More : ગુજરાતમાં અનેક શહેરમાં ગાજવીજ સાથે વરસાદ, કપાસ-મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ

Read More : સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે આફતનો વરસાદ વરસ્યો, સોમનાથમાં મગફળીના પાથરાં પલળી ગયા

CATEGORIES
TAGS
Share This