અતિવૃષ્ટિથી થયેલા નુકસાન બાદ વડોદરાના 6218 ખેડૂતોને સહાય ચુકવાઇ

અતિવૃષ્ટિથી થયેલા નુકસાન બાદ વડોદરાના 6218 ખેડૂતોને સહાય ચુકવાઇ
  • વડોદરા જિલ્લાના આઠમાંથી સાત તાલુકામાં ખેડૂતોને નુકસાન થયું હતું, શિનોરના ખેડૂતોની બાદબાકી

વડોદરા: વડોદરા જિલ્લામાં ચોમાસામાં પૂરને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ચુકવણી કરી દેવામાં આવી છે. જોકે, શિનોર તાલુકાના ખેડૂતોને વળતરમાંથી બાદબાકી થતાં ખેડૂતોમાં અસંતોષની લાગણી પણ જોવા મળી છે.

વડોદરા જિલ્લામાં નર્મદા, ઢાઢર, દેવ, જામ્બુવા, મહી સાગર, વિશ્વામિત્રી સહિતની નદીઓના પૂરને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વડોદરા જિલ્લામાં કરાયેલા સર્વેમાં આઠ તાલુકામાંથી સાત તાલુકામાં 33%થી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી હતી.

શિનોર તાલુકામાં પણ નુકસાન થયું હોવા છતાં નિયમોને કારણે એક પણ ખેડૂતનું નામ યાદીમાં આવ્યું ન હતું. જેને કારણે ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી હતી.

રાજ્ય સરકારને ખેડૂતોની યાદી મોકલવામાં આવી હતી અને કુલ 6218 ખેડૂતોને રૂ.12.98 કરોડ નું ઓનલાઇન ચુકવણું કરી દેવામાં આવ્યું છે. જોકે સરકારી સહાય કરતા નુકસાન અનેક ઘણુ હોવાથી ઘણા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.

CATEGORIES
TAGS
Share This