તાંદળજાનું વાવેતર કરવાનું હોય તે જમીન પોચી અને ભરભરી હોય તો સૌથી ઉત્તમ
- 15,000 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર જેટલું કુમળા છોડનું પાન સાથે મળતું ઉત્પાદન
- 01 હેક્ટરે 15થી 20 ટન જેટલું છાણિયું ખાતર ઉમેરવાથી જમની પોચી રહે છે
ખેતરમાં પિયત પાણીની પૂરતી સગવડતા હોય તેમજ શહેરની નજીકમાં ગામ હોય તેવા ખેડૂતો ભાજીપાલાના શાકભાજીની ખેતી કરી સારી કમાણી કરી શકે છે. ભાજીપાલામાં તાંદળજો, મેથી, પાલક, સુવા, લુણી વગેરેની ભાજીનો સમાવેશ થાય છે. લીલા ધાણાનો પણ લીલા મસાલા તરીકે વાવેતર કરી ઓફ સિઝનના ઊંચા ભાવ લઈ શકાય છે.
ભાજીના પાનમાં ખનીજ તત્ત્વો જેવા કે કેલ્શિયમ, પોટાશ અને લોહ આ પાકમાં ખૂબ જ ઊંચા પ્રમાણમાં રહેલા હોય છે. કબજિયાતમાં ભાજી રેચક તરીકેનું કાર્ય કરે છે. તાંદળજાની (Amaranthus viridis) ભાજી રેચક હોવાથી દસ્ત સાફ્ આવે છે. તે પચવામાં હલકી અને કિંમતમાં સસ્તી હોય છે. ભાજીપાલામાં તાંદળજો પણ ખૂબ મોટા પ્રમાણમાં વપરાય છે.
તાંદળજાને પકવીને તેના બીજ તૈયાર કરવામાં આવે છે. આ બીજનો લ્યૂબ્રિકન્ટ તરીકે પણ ઉપયોગ થાય છે. આથી તેનું વ્યાપારીક ધોરણે પણ ધીમે ધીમે વાવેતર વધતું ગયું છે. ર્ંઈાંદળજાનું ઉનાળામાં વાવેતર કરવાનું થાય ત્યારે નેટ અર્થાત સાધારણ છાંયાવાળી જમીન પસંદ કરવી લાભદાયી રહે છે. તાંદળજાનું ઉનાળુ ઉત્પાદન લેવા ફેબ્રુઆરી અને માર્ચ માસમાં વાર્વેંઈર કર્યા પછી ર્ખાંઈર ર્ંઈેમજ પિર્યંઈમાં ખાસ ધ્યાન આપવું પડે છે.
ખાતર: તાંદળજાનું વાવેતર કરવાનું હોય તે જમીન પોચી અને ભરભરી હોય તો સારું. જમીનને પોચી, ભરભરી રાખવા તેમજ પોષકતત્ત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સારું કોહવાયેલું છાણિયું ખાતર ઉમેરવું લાભદાયી છે. એક હેકટરે 15થી 20 ટન જેટલું છાણિયું ખાતર ઉમેરવાથી જમીન પોચી રહે છે. જમીનમાં હવાની અવર જવર રહેવાથી ભાજીના પાન મોટા અને સારા થાય છે.
તાંદળજાની ભાજી તૈયાર થયે લગભગ 8થી 10 જેટલી કાપણી મળતી હોય છે. જે તે સમયે ખેડૂતોએ કરેલી માવજત ઉપર તેનો આધાર રહે છે. સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક ખાતરો પણ પૂરતા પ્રમાણમાં આપવા. વાવેતર પૂર્વે ચાસમાં પાયાના ખાતર તરીકે નાઈટ્રોજન 30 કિલો, ફેસ્ફ્રસ 25 કિલો અને 25 કિલો પોટાશ આપવો જોઈએ.
કાપણી પછી તેને પૂર્તિ ખાતર તરીકે નાઈટ્રોજન આપવાથી વાનસ્પતિક વૃદ્ધિ વધુ થતાં ઉત્પાદન વધારે મળે છે. તાંદળજામાં નાઈટ્રોજનનો પ્રથમ હપતો 15 કિલો બીજી કાપણી પછી અને પૂર્તિ ખાતરનો બીજો હપતો 15 કિલો નાઈટ્રોજન ત્રીજી અથવા ચોથી કાપણી પછી આપવો જોઈએ. તાંદળજામાં લીલા પાંદડાની કાપણી કરવાની હોવાથી બે કરતા વધારે હપતામાં પૂર્તિ ખાતરની જરૂરિયાત રહે છે.
વાવેતર
- તાંદળજાનું ઉનાળુ ઉત્પાદન લેવા ફેબ્રુઆરી અને માર્ચ માસમાં વાવતર કર્યા પછી ખાતર તેમજ પિયતમાં ખાસ ધ્યાન આપવું
- લીલા પાંદડાની કાપણી કરવાની હોવાથી બે કરતા વધારે હપતામાં પૂર્તિ ખાતરની પડતી જરૂર
આઠથી દસ દિવસે સમયાંતરે કાપણી કરવી
તાંદળજામાં તેના થડથી ત્રણ ચાર ઇંચ ભાગ બાકી રાખી કાપણી કરવામાં આવે છે. ઘણાં ખેડૂતો છેલ્લી કાપણીમાં છોડને ઉપાડી લેતા હોય છે. વાવેતર બાદ લગભગ 22 થી 25 દિવસે કાપણી કરી શકાય તેવા છોડ તૈયાર થાય છે. 8થી 10 દિવસના સમયાંતરે કાપણી કરવામાં આવે છે. પાછળની અવસ્થાએ કાપણીનો ગાળો ટૂંકાવવામાં આવે છે. 10,000થી 15,000 કિગ્રા. પ્રતિ હેક્ટર જેટલું કુમળા છોડનું પાન સાથે ઉત્પાદન મળે છે.
પિયત :
તાંદળજામાં વાવેતર પછી તુરત જ હળવું પિયત આપવું. ત્યારબાદ પાકમાં જમીનની પ્રત મુજબ અને હવામાન પ્રમાણે ઉનાળામાં 8થી 10 દિવસના ગાળે હલકાં પિયત આપવાં. ભારે પિયત કરવાથી છોડના મૂળ સડી જાય છે અને પિયતની ખેંચ વર્તાય તો છોડ કદમાં નાના રહે છે. છોડનો વિકાસ ઓછો થતાં કાપણી ઓછી મળી છે. સમયસર પિયત ઉત્તમ છે.