મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના નીચા ભાવને લઈ એક કલાક સુધી હરાજી બંધ

મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના નીચા ભાવને લઈ એક કલાક સુધી હરાજી બંધ
  • ખેડૂત વિરોધી નીતિ સામે એક થવા હાંકલ કરાઈ
  • ડુંગળીના રાખડીબંધ ભુવા ધુણાવવાનો કાર્યક્રમ થતાં યાર્ડના સત્તાધીશો દોડતા થયા, આખરે ભાવ વધાર્યો

મહુવા | મહુવા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને સફેદ ડુંગળીના નીચા ભાવ મળતા હોવાની વાતને લઈ ભુવા ધુણાવવાનો કાર્યક્રમ કરી એક કલાક સુધી હરાજી બંધ કરાવી દેવાઈ હતી. જેને લઈ યાર્ડના સત્તાધીશો દોડતા થયા હતા અને ચર્ચા કરી આખરે ભાવ વધારતા હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી.

મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીનો એક મણનો ભાવ 125થી 165 રૂપિયા આપવામાં આવતો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. આ વાતને લઈ ખેડૂત કલ્યાણ સંગઠનના આગેવાનો યાર્ડમાં દોડી આવ્યા હતા અને ડુંગળીના રાખડીબંધ ભુવા ધુણાવવાનો કાર્યક્રમ યોજી ડુંગળીની હરાજી બંધ રાવી હતી.

ખેડૂતોને ડુંગળીના ભાવ નીચા મળવા અંગે યાર્ડના સત્તાધિશો સાથે એક કલાક સુધી લાંબી ચર્ચા કરી રજૂઆત કરતા એક મણનો ભાવ રૂ.200 કરાયો હતો. જેથી ડુંગળીના ભાવ વધતા હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી તેમ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળાએ દાવો કરતા જણાવ્યું હતું.

CATEGORIES
TAGS
Share This